MGNREGA Gujarat: મનરેગા એ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ મુખ્ય રોજગાર યોજના છે, જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારોને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસના વેતન રોજગારની બાંયધરી આપવા માટે બનાવવામાં આવેલ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એવા વ્યક્તિઓને રોજગાર આપવાનો છે જે અકુશળ છે જેઓ કામ કરવા માટે તૈયાર છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં અરજી કરી શકે છે. અરજીની તારીખથી 15 દિવસની અંદર રોજગારની ખાતરી આપવામાં આવે છે.

યોજનાના ફાયદાઓ:-
• રોજગાર ગેરંટી: અરજદારોને અરજી કર્યાના 15 દિવસની અંદર રોજગાર આપવામાં આવે છે.
•કામનું સ્થળ: કામ સામાન્ય રીતે અરજદારના નિવાસસ્થાનની 5-કિલોમીટરની અંદરમાં આપવામાં આવે છે. જો શક્ય ન હોય તો, મુસાફરી અને નિર્વાહ ભથ્થા પણ આપવામાં આવે છે.
•સમાન પગારઃ આ યોજના હેઠળ પુરૂષો અને મહિલાઓને સમાન રીતે વેતન ચૂકવવામાં આવે છે.
•કાર્યસ્થળની સુવિધાઓ: મનરેગા હેઠળ દરેક કાર્યસ્થળને છાંયડો, પીવાનું પાણી અને પ્રાથમિક સારવારની સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઈ છે.
મનરેગામાં વિશેષ જોગવાઈઓ:
આ યોજનામાં અલગ અલગ જૂથો માટે સરકાર દ્વારા વિશેષ જોગવાઈઓ આપવામાં આવી છે.