Telegram Group Join!

Kuvarbai nu Mameru Yojan | કુંવરબાઈનું મામેરું યોજના

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી ચાલી રહી છે. Kuvarbai nu mameru yojna માં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ યોજના અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન લીધા લાભ આપવામાં આવે છે. આ યોજનામાં સહાય DBT દ્વારા સીધા બેંક એકાઉન્‍ટમાં 12000/- (બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે.

Kuvarbainu Mameru Yojna Benefit:-

1.તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને kuvarbai mameru yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.

2.તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.

કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થાય છે?

આ યોજનાનો લાભ ગુજરાતની કન્યાને લગ્ન બાદ સહાય તરીકે મળે છે.

Kunwar Bai Nu Mameru Yojana નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?

કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 120,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે. કન્યાના પિતાની આ મુજબ આવક મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળે.

કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે?

કન્યાઓ તા-01/04/2021 પહેલાં દંપતીએ લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય કન્યાના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.

Leave a Comment