Telegram Group Join!

ગુજરાતમાં દીકરીઓને મળે છે 1 લાખ રૂપિયાની સહાય, માતા-પિતા જાણીલો આ મોટી યોજના વિશે.

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે બહાર પાડેલ છે. ત્યારે અમે તમને તેમાંની એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપવાના છીએ.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડી છે. આ યોજના હેઠળ દીકરીને રૂપિયા 1,10,000નો લાભ મળે છે. દ્વારા રાજ્ય અને સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીના શિક્ષણ વધારવા, સ્ત્રી સશક્તિકરણ કરવા અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. કેટલી અને ક્યારે મળે છે સહાય?વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) અંતર્ગત વાર્ષિક રૂ. 2 લાખ કરતાં ઓછી આવક ધરાવતા પરિવારોને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે રૂ. 4000/- મળવાપાત્ર થશે.બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ સમયે રૂ. 6000/- મળવાપાત્ર થશે.ત્રીજા (છેલ્લા) હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

Leave a Comment